ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર - ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની 2 ટિકિટ જીતો

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની રમાતી મેચ માટે તમારી ફેવરિટ ટીમને તમે કેવો ડ્રેસ ધારણ કરીને ચીયર કરો છો. જણાવો અમને અને તમે SBS પાસેથી મેળવી શકો છો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર - ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની 2 ટિકિટ.

Border Gavaskar Trophy ticket giveaway

Indian fans enjoying outside the Sydney Cricket Ground Credit: Deeju Sivadas/SBS Malayalam

તે દિવસો ગયા જ્યારે એશિઝ વિશ્વની સૌથી અપેક્ષિત અને રોમાંચક ટેસ્ટ ક્રિકેટ શ્રેણી હતી.

મોટા ભાગના ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો હવે માને છે કે બોર્ડર-ગાવસ્કર શ્રેણી, જ્યાં આધુનિક ટેસ્ટ ક્રિકેટની બે સૌથી શક્તિશાળી ટીમો સામ-સામે થાય છે, તે "એશિઝ કરતા પણ મોટી" છે.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક આવી રહ્યો છે, ત્યારે SBS આ શ્રેણીની પાંચેય ટેસ્ટ મેચોની અને 3 મહિલા વન ડે ઈન્ટરનેશનલ મેચોની ટિકિટો આપી રહી છે.

બેસ્ટ ડ્રેસ માણી શકે છે મેચની મફતમાં મજા

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 22 નવેમ્બરથી પર્થ ખાતે શરુ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની બે ટિકિટ તમે જીતી શકો છો.

ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા કે ભારતને દર્શાવતી ક્રિકેટ મેચ માટે તૈયાર થયેલો તમારો એક ફોટો કે વિડિયો મોકલો, જેમાં તમારું આખું ગ્રુપ એક સરખું કે થીમ આધારિત પોશાક પહેરે છે.

25 કે તેથી ઓછા શબ્દોમાં, તે મેચમાંથી તમારી યાદગાર પળોનું વર્ણન કરો.

સૌથી ક્રિએટિવ એન્ટ્રી જીતશે!

17 નવેમ્બર, 2024, રવિવારના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીમાં તમારી એન્ટ્રી સબમિટ કરો. પર તમારા ફોટો અથવા વિડિયોને ઇમેલ કરો
Cricket Aus fans.jpg
Australian fans outside a cricket stadium Credit: Deeju Sivadas/SBS Malayalam
તમારું નામ, સરનામું, જન્મતારીખ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ સામેલ કરવાનું ભૂલશો નહીં.

આ સ્પર્ધા તમામ વયના ઓસ્ટ્રેલિયન રહેવાસીઓ માટે ખુલ્લી છે. 18 વર્ષથી ઓછી વયના લોકો માટે, માતાપિતા અથવા વાલીએ ભાગ લેનાર વતી એન્ટ્રી સબમિટ કરવી આવશ્યક છે.

સ્પર્ધાના નિયમો અને અન્ય વિગતો માટે મુલાકાત લો.

વધુ ટિકિટો મેળવવાની તક

આ ઉનાળા દરમિયાન ક્રિકેટની મજા માણવા SBS વધુ ટિકિટો આપી રહ્યું છે.

તમે પુરુષોની શ્રેણીમાં દરેક ટેસ્ટ મેચના પ્રથમ દિવસની બે ટિકિટ અને દરેક મહિલા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની બે ટિકિટ જીતી શકો છો.

અન્ય મેચોની ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણવા માટે અમારી વેબસાઇટ અથવા ફેસબુક પેજની મુલાકાત લો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી 
પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share
Published 12 November 2024 2:48pm
By SBS Malayalam
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends