વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પાટનગર પર્થ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે "નારી" કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (ISWA) દ્વારા આ આયોજન કરાયું હતું. આ સંસ્થા દ્વારા વર્ષ 2017થી કાર્યક્રમનું આયોજન થાય છે .
વિવિધ ક્ષેત્રોમાં નોધપાત્ર કાર્ય કરતી મહિલાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન થાય છે.
સમાજમાં નોંધપાત્ર કાર્ય કરનારી બે મહિલાઓને સંયુક્ત રીતે "શક્તિ એવોર્ડ" અપાયો હતો.. ભારતીય ઉપરાંત શ્રીલંકન નેપાળી અને હાકા સમાજ ની મહિલાઓએ પણ ભાગ લીધો હતો.
Performance at the International Women's Day celebration in Perth. Credit: Amit Mehta
આ ઉપરાંત ભારતીય પોશાક, જ્વેલરી, ભારતીય ચીજવસ્તુઓના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
એક જ સ્થળે તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોવાથી ભારતના કોઈ શહેરમાં ફરતા હોય એવો માહોલ હતો. ભારતીય સમાજની જુદી જુદી સંકૃતિને લગતા નૃત્ય તથા લોકગીતો પણ ઉપસ્થિત લોકોએ માણ્યાં હતા.
આ પ્રસંગે સમાજમાં નોંધપાત્ર કામ કરનારી બે મહિલાઓ ને સંયુક્ત રીતે "શક્તિ એવોર્ડ" અપાયો હતો. ડો રેણુ શર્મા અને નિવેદિતા કેલકરને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2