અગાઉ ચાર આવૃત્તિનું અમેરિકા ખાતે આયોજન કર્યા બાદ 5મો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં યોજાવા જઇ રહ્યો છે.
5મી આવૃત્તિનું આયોજન 28મી 30મી જૂન દરમિયાન થશે. જેમાં ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ડિરેક્ટર, એક્ટર તથા જાણિતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે.
સિડની ખાતે 3 દિવસ સુધી યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ ફિલ્મના પ્રીમિયર તથા સ્ક્રીનિગ્સ અને એવોર્ડ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ પર એક નજર...
28મી જૂન 2024
ફેસ્ટિવલના પ્રથમ દિવસે રેડ કાર્પેટ પ્રીમિયર ઇવેન્ટનું સિડની ઓપેરા હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ખ્યાતનામ કલાકારો, દિગ્દર્શક ઉપસ્થિત રહેશે.
જેમાં ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'નું પ્રીમિયર યોજાશે. આ પ્રીમિયરમાં ફિલ્મના ડિરેક્ટર પાન નલિન હાજરી આપશે. સિડની ઓપેરા હાઉસ ખાતે યોજાનારા પ્રીમિયરમાં લગભગ 400 મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે.
29 તથા 30 જૂન 2024
ઓબર્ન ખાતેના Reading Cinemas ખાતે યોજાનારા સ્ક્રીનિંગમાં બે દિવસમાં કુલ 11 ફિલ્મ પ્રદર્શિત થશે.
29મી જૂન
- બચુભાઇ - બપોરે 12.30 વાગ્યે
- ફાટી ને - બપોરે 12.30 વાગ્યે - વર્લ્ડ પ્રીમિયર
- વાર તહેવાર - બપોરે 2.45 વાગ્યે - વર્લ્ડ પ્રીમિયર
- કસુંબો - સાંજે 4 વાગ્યે
- લોચા લાપસી - સાંજે 5.15 વાગ્યે - વર્લ્ડ પ્રીમિયર
- ઝમકુડી - સાંજે 7 વાગ્યે
- બિલ્ડર બોય્સ - રાત્રે 7.45 - વર્લ્ડ પ્રીમિયર
30મી જૂન
- સમુંદર - સવારે 12 વાગ્યે
- વેનિલા આઇસ્ક્રીમ - બપોરે 12.30 વાગ્યે
- હું અને તું - બપોરે - 3.30 વાગ્યે
- ઇટ્ટા કિટ્ટા - બપોરે 3.30 વાગ્યે
30મી જૂન 2024
5મા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સિડની હાર્બર ખાતે સ્ટારશિપ સિડની ક્રૂઝ ખાતે યોજાશે. કાર્યક્રમમાં વિવિધ શ્રેણી અંતર્ગત ફિલ્મમેકર્સને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Sydney to host the 5th International Gujarati Film Festival. Credit: Kaushal Parikh
અમેરિકા બહાર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન
આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિનું ઓસ્ટ્રેલિયાના સિડની શહેર ખાતે આયોજન થઇ રહ્યું છે. ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ ચાર આવૃત્તિનું અમેરિકામાં આયોજન થયું હતું.
સિડની ખાતે ફેસ્ટિવલનું આયોજન કરી રહેલા કૌશલ પરીખે SBS Gujarati ને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી તથા ભારતીય મૂળના લોકોને અહીં જ તેમની સંસ્કૃતિ અને તહેવારોની મજા માણવાની તક મળી રહે એ માટે તેઓ છેલ્લા 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં મકર સંક્રાંતિ, હોળી, ગરબા અને દિવાળી જેવા તહેવારનું આયોજન કરી રહ્યા છે.
સિડની ખાતે યોજાઇ રહેલો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ લોકોને તેમની સંસ્કૃતિ અને મનગમતી ફિલ્મો સાથે જોડશે તથા ફિલ્મજગતના ખ્યાતનામ કલાકારો તથા દિગ્દર્શકોને મળવાની તક પણ આપશે.
3 દિવસ સુધી યોજાનારા ફેસ્ટિવલમાં 'છેલ્લો શો' ફિલ્મનું પ્રીમિયર યોજાશે તથા બે દિવસમાં કુલ 11 ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. અને, અંતિમ દિવસે એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ કૌશલ પરીખે ફેસ્ટિવલની માહિતી આપતા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.