વર્તમાન સમયમાં ટીનએજ બાળકોમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના વપરાશનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ઇન્ટરનેટના માધ્યમથી થતી સતામણી, ગુનાના કિસ્સા પણ વધ્યા છે.
ઇન્ટરનેટનો વપરાશ કરતા બાળકોના માતા-પિતાએ બાળકો સાઇબર બુલિંગ કે સતામણીનો ભોગ ન બને તે માટે તેમની સંભાળ રાખવી જરૂરી બની છે.
જુલી ઇનમાન ગ્રાન્ટે ઇન્ટરનેટના વપરાશના કારણે વધી રહેલા સાઇબર બુલિંગના કિસ્સા અંગે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દર પાંચમાંથી એક ઓસ્ટ્રેલિયન બાળકને તેનો નકારાત્મક અનુભવ થાય છે. સાઇબર બુલિંગ અને સોશિયલ મીડિયા પર મુકેલી કેટલીક હિંસાત્મક સામગ્રી જોયા બાદ બાળકના મગજ પર નકારાત્મક અસર પડે છે. કેટલીક વખત કોઇ પણ વ્યક્તિની મંજૂરી વિના તેનો અંગત ફોટો સોશિયલ મીડિયા પર મૂકવાના કારણે તેમને અપશબ્દોનો સામનો કરવો પડે છે. જેના કારણે તેમણે બાળકોની હેલ્પલાઇનની મદદ લેવી પડે છે.ના કાઉન્સિલર બેલિન્ડા બેયુમોન્ટે જણાવ્યું હતું કે ચિંતાજનક વિષય બનતો જાય છે. માતા-પિતા પણ જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે પણ સતામણીનો અનુભવ કર્યો હશે. પણ જ્યારે તેઓ ઘરમાં માતા-પિતાની સાર-સંભાળમાં રહેતા હતા ત્યારે તેમને આ પ્રકારની સતામણીનો ભય રહેતો નહોતો.
Source: Getty Images
વર્તમાન સમયના યુવાનોમાં ઇન્ટરનેટનો વપરાશ વધતા તેમનામાં સતામણીનું પ્રમાણ વધ્યું છે. બાળકોને સતામણી અને નકારાત્મક અસરથી બચાવવા માટે માતા-પિતા શું કરી શકે તે જાણિએ.
તમારા બાળક સાથે સંવાદ શરૂ કરો
માતા-પિતાએ ઇન્ટરનેટનો વપરાશ કરતા પોતાના બાળકો સાથે વાત કરી તેમને કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતીમાં મદદ કે માર્ગદર્શન આપવાનું આશ્વાસન આપવું જોઇએ.
બેલિન્ડાના મત પ્રમાણે, બાળકો પર સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના વપરાશનો પ્રતિબંધ મૂકવો વ્યાજબી નથી.
બેલિન્ડાએ ઉમેર્યું હતું કે, માતા-પિતા બાળકો પર ઇન્ટરનેટના વપરાશનો પ્રતિબંધ મૂકશે તેમ છતાં પણ તેઓ તેનો ઉપયોગ કરશે જ. વધુમાં, તેઓ માતા-પિતા પરનો વિશ્વાસ ગુમાવશે અને ભવિષ્યમાં અન્ય કોઇ બાબતો પણ છૂપાવવા લાગશે. તેથી, બાળકો સાથે એક મિત્રની જેમ માર્ગદર્શક બનીને તેમની સાથે વાત કરવી જરૂરી બને છે.
જો તમારા સૌથી નાના બાળક સાથે ઇન્ટરનેટના વપરાશના કોઇ મુદ્દા પર વાત કરતા હોય તો તે વાતચીતમાં તમારા મોટા બાળકોને પણ સામેલ કરો. મોટા બાળકો નાના ભાઇ કે બહેનને વધુ સારી રીતે સમજાવી શકશે.
ઇન્ટરનેટના વપરાશમાં થોડી મર્યાદા નક્કી કરો
એક માતા-પિતા તરીકે તમે બાળકોના ઇન્ટરનેટના વપરાશમાં થોડી મર્યાદા નક્કી કરી શકો છો. જેમ કે, બાળકોએ તેમના રૂમમાં જઇને ઇન્ટરનેટનો વપરાશ ન કરવો કે તેમની કોઇ અંગત માહિતીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી.
મુશ્કેલીના સમયમાં બાળકોને સાથ આપો
જો તમારું બાળક મુશ્કેલીમાં હોય અને તમારી મદદની જરૂર હોય તો ગુસ્સો કર્યા વગર શાંત ચિત્તે તેની વાત સાંભળો.
તેને બાળકને મૂંઝવતી કોઇ પણ બાબતને જરાય પણ અચકાયા વિના તે પોતાના માતા-પિતાને જણાવી શકે એવો વિશ્વાસ બાળકના મનમાં પેદા કરવો જરૂરી છે. સૌ પ્રથમ તો, બાળક જ્યારે માતા-પિતાને તેની મુશ્કેલી કે કોઇ ભૂલ કર્યાની કબૂલાત કરે ત્યારે તેને શિક્ષા ન કરવી જોઇએ. તેમ કરવાથી પરિસ્થિતી વધુ વણસી શકે છે. તેમ ને એક્સિક્યુટીવ ડીરેક્ટર જેન ફ્રેન્ચે જણાવ્યું હતું.
Source: Getty Images
વિવિધ સંસ્થાની મદદ લઇ શકાય
જો તમારું બાળક સાઇબર બુલિંગ કે ઇન્ટરનેટને લગતી અન્ય કોઇ સતામણીનો ભોગ બન્યું હોય તો પર તેની ફરિયાદ કરી શકાય છે.
ઓનલાઇટ સેફ્ટી અંગે વધુ માહિતી અને ટીપ્સ મેળવવા માટે પણ નો ઉપયોગ કરી શકાય છે.તમે, પણ ડાઉનલોડ કરી શકો છો. તે 17 ભાષામાં ઉપલબ્ધ છે.
Preteen girl rolls eyes as mom takes away her phone Source: Getty Images