ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇન

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય ઉપમહાખંડની મહિલાઓને ઘરેલું અને પારિવારીક હિંસા જેવી બાબતોમાં મદદ મળી રહે તે માટે હરમન ફાઉન્ડેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

The Australian Government dumps controversial domestic violence superannuation policy

Source: Getty Images/Kittisak Jirasittichai/EyeEm

ઓસ્ટ્રેલિયામાં કાર્યરત હરમન ફાઉન્ડેશન સંસ્થાએ ઘરેલું અને પારિવારીક હિંસાનો સામનો કરતી મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇન શરૂ કરી છે.

જે અંતર્ગત હાલમાં ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતી ભારતીય ઉપમહાખંડની મહિલાઓને સેવાનો લાભ આપવામાં આવશે.

સંસ્થાના સહ-સ્થાપક હરિન્દર કૌરે જણાવ્યું હતું કે, હોટલાઇન દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને વધુ યોગ્ય રીતે સહાય મળી રહેશે. આ માટે અમે સંસ્થામાં સ્વયંસેવકોની સંખ્યા પણ વધારી છે. જેથી તમામને સેવાનો લાભ મળી શકે.
Harinder Kaur is a co-founder of the Harman Foundation.
Harinder Kaur is a co-founder of the Harman Foundation. Source: SBS News
તાજેતરમાં પશ્ચિમ સિડનીમાં ઘરેલું હિંસાનો ભોગ બનનારી કમલજીત સિધૂના ભાઇ જસપ્રિત સિંઘે જણાવ્યું હતું કે ઘરેલું હિંસાનો ભોગ બનતી તમામ મહિલાઓએ તેમને ઘરમાં નડી રહેલી મુશ્કેલી સામે અવાજ ઉઠાવવો જોઇએ.

જસપ્રિતે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઘરેલું હિંસા જેવી બાબતોમાં સહાય મળી રહે તે દિશામાં યોજના શરૂ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ટેમ્પરરી વિસાધારકોને મેડીકેર અને સેન્ટરલિન્ક જેવી આરોગ્ય અને સામાજિક સેવાઓનો લાભ મળતો નથી.

આ ઉપરાંત, ટેમ્પરરી અને વર્ક વિસાધારકો કોરોનાવાઇરસના સમયમાં સરકારના જોબકિપર અને જોબસિકર જેવી નાણાકિય સહાય મેળવવાથી પણ વંચિત રહી ગયા હતા.
જસપ્રિતે ઘરેલું અને પારિવારીક હિંસા જેવી બાબતોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેવા પ્રકારની મદદ મળી રહે છે તેની જાણકારી માટેના કાર્યક્રમો વિશે પહેલ કરી હતી.

ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સર્વિસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી ઓસ્ટ્રેલિયામાં ઘરેલું હિંસા માટેની હેલ્પલાઇન 1800 RESPECT પર મદદ મેળવવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે.

હરિન્દર કૌરે જણાવ્યું હતું કે અઠવાડિયામાં તેમની સેવાની માંગમાં પાંચથી છ ગણો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે ઘરેલું હિંસા જેવી બાબતોમાં સહાય માટે અઠવાડિયે 10 જેટલા કેસ જોવા મળતા હતા પરંતુ માર્ચ મહિનાથી દર અઠવાડિયે 50થી 60 મહિલાઓ મદદ માટે સંસ્થાનો સંપર્ક કરે છે.

નવી હેલ્પલાઇન (1800 11 66 75) મફત છે અને તેમાં સેવા આપતા કર્મચારી પ્રતિભાશાળી અને અનુભવી છે.

હરમન ફાઉન્ડેશન આ ઉપરાંત ખાદ્ય સામગ્રી, કાયદાકિય સલાહ જેવી બાબતો માટે પણ તેમની સેવાઓ આપે છે.

હરમન ફાઉન્ડેશનનો 1800 11 66 75 પર સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે ની મુલાકાત લો.

જો તમે અથવા તમારા ધ્યાનમાં કોઇ વ્યક્તિ ઘરેલું અથવા પારિવારીક હિંસાનો ભોગ બનતી હોય તો 1800 RESPECT નો 1800 737 732 પર સંપર્ક કરો અથવા ની મુલાકાત લો.

તાત્કાલિક મદદ મેળવવા માટે 000 પર સંપર્ક કરો.


Share
Published 14 October 2020 3:48pm
Updated 14 October 2020 4:27pm
By Lin Evlin
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends