NSW રાજ્યના ઇમરજન્સી વિભાગે મંગળવારે ગરમીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જશે તેમ જણાવ્યું હતું.
ગરમીથી બચવા માટેના ઉપાયો...
- વધુ પાણી પીવો
- સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી શક્ય હોય તો ઘરની બહાર જવાનું ટાળો
- શારીરિક શ્રમ ઓછો કરો
- આલ્કોહોલ અને ચા-કોફી જેવા ગરમ પીણાનો ઉપયોગ ન કરો
- એકલા રહેતા વડીલો, વૃદ્ધો તથા પરિવારજનોની કાળજી રાખો
- ગરમી ન લાગે તેવા કોટનમાંથી બનેલા ઢીલા કપડા પહેરો
- ઠંડા પાણીથી સ્નાન કરો
- જો શક્ય હોય તો ઘરના પડદા તથા બારી બંધ રાખો, રાત્રે બારી ખોલી દો જેથી ઠંડી હવા અંદર આવી શકે
- ઘરમાં એર કંડીશનર હોય તો વપરાશ પહેલા તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ તે તપાસો
- જો ઘરમાં એર કંડીશનર ન હોય તો લાઇબ્રેરી, શોપિંગ સેન્ટર અથવા તો સિનેમાગૃહમાં જઇને સમય પસાર કરવો.
Image
હીટસ્ટ્રોકના લક્ષણો
- ચક્કર આવવા
- વધુ તરસ લાગવી
- વર્તનમાં સંકલનનો અભાવ
- માથું દુખવું
- ચામડી સુકાઇ જવી
- ઉલટી થવી
- પડી જવું
જો કોઇ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો....
- તાત્કાલિક ઠંડા સ્થળે લઇ જવો
- તેની પર ઠંડા પાણીનો છંટકાવ કરવો
- જો તે ભાનમાં હોય તો તેને પાણી પીવા આગ્રહ કરવો
- (000) નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સની મદદ માંગવી
આરોગ્યને લગતી સામાન્ય સલાહ માટે, Health Direct નો 1800 022 222 નંબર પર સંપર્ક કરવો. રજીસ્ટર્ડ નર્સ દ્વારા 24 કલાક કાર્યરત અને આરોગ્ય અંગેની સલાહ આપતી ટેલીફોન હેલ્પલાઇન છે.