ઓસ્ટ્રેલિયામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને કોઈ પ્રકારના કેન્સરની બીમારી થતી હોય છે. આ પૈકીની એક બીમારી છે બ્લડ કેન્સર. બ્લડ કેન્સર અને લોહીને લગતી અન્ય કેટલીક બીમારીમાં બ્લડ સ્ટેમ સેલની જરૂર હોય છે.
આ સ્ટેમ સેલમાં એચ.એલ.એ નામના એન્ટિજન માનવ શરીરમાં જ મળે છે. જીન્સ એટલે કે ડી.એન.એમાં રહેલા રંગસૂત્રો સરખા સમુદાયના લોકોના મળતા હોય છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના સભ્યોની સંખ્યા સ્થાનિકોની સરખામણીમાં ઓછી છે. અને તેના કારણે જ જો ભારતીય મૂળના કોઇ વ્યક્તિને આ પ્રકારની બિમારી થાય તો ઓછી જાણકારી અને સંખ્યાના અભાવે તેમને સ્ટેમ સેલ મળવા મુશ્કેલ બની જાય છે. તેથી જ હાલમાં, ૧૮ થી ૪૫ વર્ષ લોકોના બ્લડમાં રહેલા એચ.એલ.એ એન્ટિજનનો એક ડેટાબેસ તૈયાર કરાય છે. જેથી જયારે કોઈ વ્યક્તિને તેની જરૂર પડે તો તાત્કાલિક મેળવી શકાય.
READ MORE
She beat cancer, writes her destiny
પર્થના સુજીતને બ્લડ સ્ટેમ સેલની જરૂર
મૂળ પર્થના અને હાલ બ્રિસબેન રહેતા સુજીત નાયરને ત્રણેક વર્ષ પહેલા બ્લડ કેન્સર થયું ત્યારથી તેઓ આ બ્લડ સ્ટેમ સેલ મળે તેની શોધમાં છે. હાલ તો તેમની તબિયત સ્થિર છે અને જીવન નિર્વાહ માટે ફરી પર્થથી પરત બ્રિસબેન સ્થાયી થયા છે પરંતુ ભારતીય સમુદાયમાંથી યોગ્ય મેચ મળે તેની શોધમાં છે.
કેમ્પનું આયોજન
સુજીથ નાયરના મિત્રો અને પરિવારજનોએ ત્રણેક વર્ષમાં ચાર કેમ્પ કર્યા પરંતુ માત્ર બે મેચ મળી શક્યા છે. એક વખત પર્થના રિવર્ટન વિસ્તારના એક યુવાનને સ્ટેમ સેલ મળ્યા છે. સુજીથના મિત્રોએ સ્ટેમ સેલ મળી રહે તે માટે હીલિંગ ઇન્ટરનેશનલ નામની સંસ્થા સ્થાપી છે તેઓ અને અન્ય બે સંસ્થાઓ સાથે રેડ ક્રોસ ઓસ્ટ્રેલિયાના સહકારથી એક કેમ્પનું આયોજન કરાયું છે.
આગામી ૨૭ જુલાઈ શનિવારે ઇન્ડિયન સોસાયટીના 12 Whyla Street, Willetton ખાતે આ કેમ્પ નું આયોજન કરાયું છે. પ્રક્રિયામાં એક વખત બ્લડમાંથી સ્ટેમ સેલ કાઢી લીધા બાદ તેનું ફરીથી નિર્માણ થાય છે. આ માટે માત્ર પાંચ મીલીલીટર જેટલા જ લોહીની જરૂર પડે છે.
2015માં લ્યુકેમિયાની જાણકારી મળી
પર્થના રહેવાસી સુજીથને લ્યુકેમિયાનું નિદાન નવેમ્બર 2015માં થયું હતું. તેમને શરૂઆતમાં પીઠમાં દુખાવો શરૂ થયો હતો.
પીઠમાં થઇ રહેલા દુખાવાનું નિદાન કરવા માટે તેમણે ડોક્ટરનો સંપર્ક કરતા વિવિધ ટેસ્ટના અંતે તેમને લ્યુકેમિયા હોવાની જાણકારી મળી હતી. નિદાન સમયે તેમના શરીરમાં રહેલું 86 ટકા લોહીમાં કેન્સરના સેલ પ્રસરી ગયા હતા.
લ્યુકેમિયાના નિદાન બાદ સુજીથ નાયરે અત્યાર સુધીમાં કીમોથેરાપીની 6 વખત સારવાર લીધી છે.