૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨થી શરુ થતા નવરાત્રિના પર્વ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ હિન્દુ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે.
તેમણે તેમના સંદેશમાં કહ્યું છે કે હિન્દુ કેલેન્ડર તહેવારોથી એવી રીતે ભરેલું છે જે લોકોને પ્રાચીન આસ્થાના રંગમાં રંગીને આનંદ ઉલ્લાસ સાથે એકસાથે લાવે છે. નવરાત્રિની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સમગ્ર સમુદાયમાં અલગ-અલગ હોય છે તેનો ઉલ્લેખ પણ વડાપ્રધાને તેમના સંદેશમાં કર્યો છે. નવ-રાત્રિની ભક્તિ દરેક રીતે ઊર્જા અને જ્ઞાનની ઉજવણી છે એવું એન્થની એલ્બનીઝીએ તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે.
Navaratri message from Prime Minister Anthony Albanese.
ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયનો આભાર માનતા તેમણે કહ્યું છે કે જે નિખાલસતા અને આશાવાદ સાથે તમારા વિશ્વાસ અને સંસ્કૃતિની ભેટો અમારા બધા સાથે વહેંચી છે તે માટે સમગ્ર ઓસ્ટ્રેલિયાના અદ્ભુત હિન્દુ સમુદાયનો આભાર.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.