જો તમારા ઓસ્ટ્રેલિયાના વિસા બે મહિનાથી ઓછા સમયગાળા માટે જ બાકી રહી ગયા હોય તો તમે અન્ય વિસા માટે અરજી કરી શકો છો. પરંતુ તે માટે ઓસ્ટ્રેલિયન વિસામાં રહેલી 8503ની શરત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
મુલાકાતી જો ઓસ્ટ્રેલિયામાં જ હોય તો તે 03, 06 કે 12 મહિનાના વિસા માટે અરજી કરી શકે છે.
જો તમે 03 મહિના માટે વિસા મેળવો છો તો મેડિકલ તપાસની જરૂર નથી પરંતુ જો તેના કરતા વધારે સમય માટે વિસાની અરજી કરી રહ્યા છો તો તમારે 250 ડોલરની ફી ચૂકવવી પડશે.
જો તમારી ઉંમર 65 વર્ષથી વધુ હોય તો તમારે 03 મહિનાના વિસા માટે પણ આરોગ્યની તપાસ કરાવવી જરૂરી છે.
જો તમારા વિસા પૂરા થઇ રહ્યા છે અને શરતોમાંથી છૂટ મળી રહી છે તો તમને BVA વિસા મળશે. BVA વિસા મળવાનો અર્થ છે કે તમને નવા વિસા મળે નહીં ત્યાં સુધી તમે ઓસ્ટ્રેલિયામાં રહી શકો છો. જોકે, વિઝીટર વિસા દરમિયાન નોકરી કરી શકાતી નથી.
આ તમામ પ્રક્રિયા માટેની ફી 365 ઓસ્ટ્રેલિયન ડોલર છે, જો તમે ઓસ્ટ્રેલિયામાંથી જ બીજી વખત અરજી કરી રહ્યા છો તો વધારાના 700 ડોલર ચૂકવવા પડશે એટલે કે કુલ ફી 1065 ડોલર થશે.
** ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારીત છે, તમને લાગુ પડતી ચોક્કસ પરિસ્થિતી અંગે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.