ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા પર્મેનન્ટ રેસીડેન્ટ્સ, સિટીઝન ઉપરાંત કામચલાઉ વિસા, સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા વસવાટ કરી રહેલા માઇગ્રન્ટ્સ પણ ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે છૂટાછેડા લઇ શકે છે. શરત પ્રમાણે, તેઓ ઓછામાં ઓછું એક વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહ્યા હોવા જોઇએ.
છૂટાછેડા લેવા માટે ઓસ્ટ્રેલિયાના ફેમિલી લો હેઠળની જરૂરિયાત
- તમારા લગ્ન કાયદેસર હોવા જોઇએ.
- એક વર્ષ સુધી અલગ રહેતા હોવા જોઇએ. અથવા, એક જ ઘરના અલગ અલગ રૂમમાં રહેતા હોય તો છૂટાછેડા માટે પ્રક્રિયા કરી શકાય છે.
છૂટાછેડા વખતે ચાઇલ્ડ કસ્ટડી અને પ્રોપર્ટી સેટલમેન્ટ
- પ્રોપર્ટી સેટલમેન્ટ – 1 વર્ષની અંદર પ્રોપર્ટી સેટલમેન્ટ જરૂરી છે, જો ફાળવેલા સમયમાં પ્રોપર્ટી સેટલમેન્ટ ન થાય તો તે અંગેનું કારણ દર્શાવવું જરૂરી છે.
- ચાઇલ્ડ કસ્ટડી - બાળકની ઉંમર જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી બંને પક્ષ પાસે કાયદેસર રીતે 50 – 50 ટકા શક્યતા હોય છે.
બાળકની ઉંમર 5 વર્ષ કે તેથી ઓછી હોય તો મોટાભાગના કેસમાં તેની કસ્ટડી માતા પાસે રહે છે. પરંતુ, તેમાં પણ માતા તથા પિતા બંનેની નોકરીના સમયને અને તેમની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે.
છૂટાછેડાના મામલામાં બાળક પર બંને પક્ષનો બરાબરનો હક રહે છે.
દરેક મુદ્દા પર વિગતવાર માહિતી માટે સૉલિસિટર સિદ્ધિક પાનવાલા સાથેનો વાર્તાલાપ સંભાળો.
More stories on SBS Gujarati
Is it illegal to leave kids home alone ?
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજમાં જોવા મળતા છૂટાછેડાના કારણો
- લાઇફસ્ટાઇલ, બાળકો વિશેનો પ્રશ્ન, યુગલ થઇને ઓસ્ટ્રેલિયા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ફી ઉપરાંત અન્ય ખર્ચા ન પહોંચી વળતા.
ઘરેલું હિંસાનો કાયદો
- સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઘરેલું હિંસાનો આરોપ મૂકી કોઇ પણ પક્ષ પોલીસ બોલાવે તો ફરિયાદ ક્રીમિનલ કોર્ટમાં જાય. અને કોર્ટમાં ફરિયાદ ગયા બાદ ભૂલનો અહેસાસ થાય, ફરિયાદ સાબિત થાય તો સજા થઇ શકે છે.
- કોઇ પણ ક્રિમીનલ રેકોર્ડ બને તો ભવિષ્યમાં કોઇ પણ વિસા મંજૂર થશે નહીં અને કારકિર્દીનો અંત આવી જાય છે. એક વખત ઘરેલું હિંસાની કોર્ટમાં ફરિયાદ થઇ તો કેસ પરત ખેંચી શકાતો નથી.
- ડીપેન્ડેન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા લોકોના સ્પોન્સર એટલે કે મુખ્ય અરજીકર્તા પાસે તેની સ્પોન્સરશીપ પરત લેવાનો હક છે.
- ઘરેલું હિંસા થઇ હોય તો પર્મેનન્ટ રેસીડેન્સી મળવામાં અને રીન્યૂ થવામાં મુશ્કેલી નડી શકે છે પરંતુ ઘણી વખત ફક્ત પર્મેનન્ટ રેસીડેન્સી લેવા માટે જ ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાના કિસ્સા પણ વધી રહ્યા છે.
- ઘરેલું હિંસાના મામલામાં વિવિધ સામાજિક સંસ્થાની મદદ મેળવી શકાય છે. આ ઉપરાંત, મેરેજ કાઉન્સિલીંગની સહાય લઇ શકાય છે. અને ત્યાર બાદ કાયદાકિય પગલાં લેવા અંગે વિચારવું જોઇએ.
દરેક વિષયે વધુ વિગતો માટે સૉલિસિટર સિદ્ધિક પાનવાલાની મુલાકાત સાંભળો.