93 વર્ષના વૃદ્ધા કે જેઓ છેલ્લા 11 વર્ષથી તેમના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે તેમને ઓસ્ટ્રેલિયન સરકારે 28 દિવસમાં દેશ છોડી વતન પરત ફરવા માટે જણાવ્યું છે.
ઇંગ્લેન્ડના સમરસેટના વતની મોલી મેનલી તેમના પૌત્રો સાથે છેલ્લા 11 વર્ષથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહે છે. તેમના પૌત્રો ઓસ્ટ્રેલિયન સિટીઝન છે.
અગાઉ SBS News ના રીપોર્ટમાં જણાવાયું હતું કે આરોગ્યના કારણ હેઠળ જો 93 વર્ષના વૃદ્ધાની પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી રદ કરવામાં આવશે તો તેમણે દેશ છોડવો પડે તેવી શક્યતા છે.
તેમના જમાઇ, રોબર્ટ રોવે SBS News ને જણાવ્યું હતું કે, તેમને એક ઇ-મેલ મળ્યો છે જેમાં જણાવાયું હતું કે મેનલી પાસે ઓસ્ટ્રેલિયા છોડવા માટે 28 દિવસનો સમય છે.
![Mollie Manley, far left, and her family in Australia.](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/168e9a81-d9e1-4b83-8f64-6a7c7d8dcde3_1560991763.gif?imwidth=1280)
Mollie Manley, far left, and her family in Australia. Source: Supplied
મેનલી અમારી સાથે છેલ્લા 11 વર્ષથી રહે છે પરંતુ હાલમાં જ તેમના મેડીકલ ટેસ્ટમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઉંમરના કારણે તેઓ અંધ પણ થઇ ગયા છે. સોમવારે જ અમને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી ઇ-મેલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે મેનલીના વિસા રદ કરવામાં આવ્યા છે. અને, તેમને ઓસ્ટ્રેલિયા છોડવા માટે 28 દિવસની મુદ્ત આપવામાં આવી છે.
મેનલી જ્યારે ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તંદુરસ્ત હતા પરંતુ હવે ખરાબ તબિયતના કારણે તેમની વધુ સાર-સંભાળ રાખવી જરૂરી બની ગઇ છે. જો તેઓ વધુ ત્રણ અઠવાડિયા સુધી જીવશે તો પરિવારે વિસા અરજી સામે ફરીથી અપીલ કરવાનું વિચાર્યું છે.
અમારી પાસે વિસા અરજી સામે અપીલ કરવા માટે 21 દિવસનો સમય છે. પરંતુ, તેમની ખરાબ તબિયતને જોતા એમ લાગી રહ્યું છે કે તેઓ કદાચ વધુ જીવી શકશે નહીં. જો તેઓ વધુ જીવશે તો અમે રદ કરાયેલી વિસા અરજી સામે અપીલ કરીશું.
રોવ 15 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને મેનલીની વિઝીટર વિસા અરજી ચાર વર્ષ બાદ કરવામાં આવી હતી. તેમની એજેડ પેરેન્ટ્સ વિસા (Aged Parent visa) (સબક્લાસ 804) હેઠળ અરજી કરવામાં આવી છે.
![Ms Manley's family do not believe she would survive the flight back to the UK.](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/b2db067c-ce25-402f-b9dd-53144d05fb92_1561704347.png?imwidth=1280)
مولی منلی هنگام خواب در یک مرکز پرستاری در پرت درگذشت Source: Supplied
સરકારનો આરોગ્ય અંગેનો માપદંડ
ઓસ્ટ્રેલિયન સરકારના ઇમિગ્રેશનના માપદંડ હેઠળ, પર્મેનન્ટ રેસીડેન્સીના અરજીકર્તાનું આરોગ્ય સ્વસ્થ હોય તે જરૂરી છે. અને, જો કોઇ પણ પ્રકારની મેડિકલ સહાયતાની જરૂર પડે તો તેનો ખર્ચો 40,000થી વધુ ન હોવો જોઇએ.
SBS News એ આ બાબતે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો સંપર્ક કર્યો હતો પરંતુ હજી સુધી તેમનો કોઇ પ્રત્યુત્તર આવ્યો નથી.