નર્સિંગ એન્ડ મિડવાઇફ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નર્સ અને મિડવાઇફ માટે ઓસ્ટ્રેલિયામાં નવા રજીસ્ટ્રેશનની જાહેરાત કર્યાના એક વર્ષ બાદ બોર્ડે નવી પ્રણાલી 1લી ઓક્ટોબરથી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન સમયમાં જે પણ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ધરાવતા નર્સ ઓસ્ટ્રેલિયા આવે છે તેમણે ઓસ્ટ્રેલિયન રજીસ્ટ્રેશન મેળવવા માટે એક કોર્સ કરવો પડે છે. જોકે, આગામી મહિનાથી નર્સિંગ એન્ડ મિડવાઇફ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા નવું એસેસમેન્ટ મોડલ અમલમાં લાવી રહ્યું છે. જેમાં ઉમેદવાર પાસે કોર્સ અથવા તો આઉટકમ બેસ્ડ એસેસમેન્ટ (OBA) મોડલમાંથી એકની પસંદગીની તક રહેશે.
નવું મોડલ 1લી જાન્યુઆરી 2020થી લાગૂ કરાશે, તેમ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું.
એસબીએસ મલયાલમને આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે નવા એસેસમેન્ટ મોડલ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નર્સ અથવા મિડવાઇફ તરીકે રજીસ્ટર્ડ થતા નર્સ યોગ્ય માન્યતા, અભ્યાસ તથા લાયકાત ધરાવે છે કે નહીં તે ચકાસવાનું છે.
![Assessment for nurse](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/nuse1.jpg?imwidth=1280)
Source: SBS
બ્રિઝીંગ કોર્સનું સ્થાન OBA લેશે
1લી ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતા નર્સ અને મિડવાઇફે બ્રિઝીંગ કોર્સ અથવા આઉટકમ બેસ્ડ એસેસમેન્ટ બંનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. પરંતુ જે ઉમેદવાર 1લી જાન્યુઆરી 2020થી અરજી કરશે તેઓને પસંદગી કરવાની તક મળશે નહીં. જોકે, બ્રિઝીંગ પ્રોગ્રામ 2021 સુધી ચાલૂ રહે તેવી શક્યતા છે.
OBA શું છે?
આઉટકમ બેસ્ડ મોડલ અથવા OBA એ બ્રિઝીંગ કોર્સનું સ્થાન લેશે. જેના બે ભાગ રહેશે. પ્રથમ ભાગમાં બહુવૈકલ્પિક પરીક્ષા અને ત્યાર બાદ ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર્ડ ક્લિનીકલ એક્ઝામનો સમાવેશ થાય છે. આ પરીક્ષા હાલમાં ઘણા દેશોમાં લેવાય છે.
જે ઉમેદવારો પ્રથમ સ્ટેજ પાસ કરશે તેઓ બીજા ભાગમાં પ્રવેશશે. બીજા ભાગમાં ઉમેદવારનું ક્ષેત્રને લગતું જ્ઞાન અને સ્કીલ તપાસવામાં આવશે.
![Assessment for nurse](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/nurse_2_2.jpg?imwidth=1280)
Source: (AAP Image/James Ross)
એસબીએસ મલયાલમ સાથેની વાતચીતમાં મેલ્બર્ન ખાતેની હેલ્થ એન્ડ મેનેજમેન્ટ સંસ્થાના સીઇઓ કુન્નમપુરાથુ બીજોએ જણાવ્યું હતું કે આ પ્રકારનું એસેસમેન્ટ યુનાઇટેડ કિંગડમ સહિતના દેશોમાં કાર્યરત છે. જેમાં નર્સ કે મિડવાઇફ વિવિધ સંજોગોમાં દર્દીઓને કેવી રીતે સંભાળી શકે છે તે તપાસવામાં આવે છે.